Table of Contents
ગુરુસિયાગ સિદ્ધયોગ (GSSY) ની વેબસાઈટનુ નિર્માણ આધ્યાત્મિક શોધકોને એક સરળ, સીધી અને સુલભ રીતે માહિતી આપવાની ઇચ્છાથી કરવામાં આવ્યું છે. આ વેબ સાઇટનું સંચાલન ગુરુ સિયાગના ભારતના અમુક શિષ્યો જેમણે ગુરુસિયાગ સાથે તેમના મિશનમાં ઘણાં વર્ષો કાર્ય કર્યું છે તેમના દ્વારા થાય છે. તેમણે ગુરુસિયાગ સાથે વ્યાપકપણે ભારત અને વિદેશનો પ્રવાસ કર્યો છે અને ગુરુસિયાગનો સિદ્ધો અને સરળ યોગનો માર્ગ પ્રત્યક્ષ જોયો છે.
આ વેબસાઈટના બધ્ધાજ લેખ ગુરુસિયાગના વક્તવ્યો, તેમનો બીજા સાધકો અને અન્ય વ્યક્તિઓ સાથેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ છે. જ્યાં પણ જરૂરી હોય ત્યાં, GSSYના અન્ય અગ્રણી શિષ્યોના અનુભવો પણ પ્રેક્ટિશનરોને પ્રોત્સાહિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા છે.
GSSY વેબસાઇટ સતત પ્રગતિશીલ છે: સાધકો તરફથી મળતા પ્રતિસાદના આધારે વેબસાઈટમાં નવી સામગ્રી/સાહિત્ય ઉમેરવામાં આવે છે અને જૂની સામગ્રી/સાહિત્યની સમીક્ષા કરવામાં આવે છે. જુદા જુદા દેશોમાંથી સંખ્યાબંધ અનુયાયીઓ તેમની પોતાની પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્યોનું અનુવાદ કરીને તેમની સેવા આપે છે. નવી-નવી ભાષાના વિકલ્પોને નિયમિત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી દરેકને તેમની પસંદગીની ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ રહે.
GSSY વેબસાઇટ કોઈપણ બાહ્ય પ્રભાવથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે: તે ભારત અથવા વિદેશમાં કોઈપણ સંસ્થા સાથે જોડાયેલું નથી. તે તેની પ્રમોશનલ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે કોઈ પણ પ્રકારની નાણાકીય મદદ અથવા દાન માટે પૂછતી નથી. વેબસાઇટ જાળવવા અને સંચાલન માટે કામ કરતા શિષ્યો કોઈ પણ નાણાકીય સહાય અથવા સ્પોન્સરશિપ વગર સ્વેચ્છાથી કાર્ય કરે છે. ગુરુ સિયાગના પગલાનું અનુકરણ કરીને તેમના દિવ્ય માર્ગદર્શનમાં ગુરુસિયાગ સિદ્ધયોગ (GSSY) (www.gurusiyag.org) હંમેશા નિઃશુલ્ક જ રહેશે.
ગુરૂ સિયાગ સિદ્ધયોગના અભ્યાસમાં દિવ્ય મંત્ર-જાપ (માનસિક-જાપ) અને ધ્યાનનો સમાવેશ થાય છે. ગુરૂ સિયાગ ઈચ્છુક વ્યક્તિને તેમના શિષ્ય તરીકે એક મંત્ર –એક દિવ્ય શબ્દ- આપી માનસિક જપ ચોવીસેય કલાક કરવા કહે છે તેમજ ધ્યાનની એક પધ્ધતિ શીખવાડે છે. અમુક સમય સુધી સતત મંત્ર-જાપ કરવાથી આ મંત્ર પોતાની મેળેજ સ્વયંજ જપાવા લાગે છે. છતાં પણ એ બાબત તેના પર આધાર રાખે છે કે મંત્ર કેટલી તીવ્રતા, શ્રદ્ધા અને ઈમાનદારીથી જપવામાં આવ્યો છે. અમુક કિસ્સાઓમાં જોવા મળે છે કે એક અઠવાડિયામાં આ મંત્ર તેની મેતેજ જપાવા લાગે છે જયારે અમુક કિસ્સાઓમાં આ થતા અઠવાડિયાઓ તેમજ મહિનાઓ લાગી જાય છે. મંત્ર-જાપની સાથે-સાથે શિષ્યએ દિવસમાં બે થી ત્રણ વાર, ૧૫ મિનિટનું ધ્યાન પણ કરવાનું હોય છે.
GSSYનું ધ્યાન અને ગુરૂ સિયાગ દ્વારા અપાયેલા દિવ્ય મંત્ર નો ચોવીસેય કલાક જાપ કરવાથી સાધકના વ્યવહારિક જીવનમાં નીચે પ્રમાણે બદલાવો થાય છે.
દરેક વ્યક્તિમાં ત્રણ પ્રકારની આંતરિક વૃત્તિઓ હોય છે: સાત્વિક (પવિત્ર, દિવ્ય), રાજસિક (કામાલોલુંપ્ત), તામસિક (નકારાત્મક). આ વૃતિઓ જે તે મનુષ્યની સમસ્ત માનસિક અવસ્થા, જીવન અને તેના કર્મોની સાથે-સાથે જે તે વ્યક્તિની ખાણી-પીણીની પસંદગીને પણ વ્યક્ત કરે છે. નિયમિત GSSY નો અભ્યાસ સાત્વિક વૃતિનુ પ્રભુત્વ રાજસિક અને તામસિક ઉપર સ્થાપિત કરે છે. તેથી જે તે વ્યક્તિના લક્ષણો તે બે વૃતિ માંથી બદલાઈ સાત્વિકતામાં પરિણમે છે. મનુષ્યમાં રહેલી સકારાત્મક વૃત્તિઓનુ પ્રભુત્વ, મનુષ્યની અંદર રહેલી સકારાત્મકતા, ચેતના, બુદ્ધિમત્તા અને પવિત્રતા દ્વારા તેના કર્મો અને વિચારોની સાથે-સાથે તેની ખાણી-પીણીની પસંદગીમાં પણ દેખાય છે. મનુષ્યમાં આવતો આ બદલાવ તેની નકારાત્મકતા અને હાનિકારકતાને ત્યજી, શારીરિક, માનસિક સ્વાસ્થ્યની સાથે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર કોઈ પણ જાતના પ્રયત્નો વગર એકધારી ગતિથી આગળ લઇ જાય છે. આ રીતે જો કોઈ વ્યક્તિ વ્યસનયુક્ત દવાઓ, ધુમ્રપાન કરતો હોય તો તે વ્યાસનો તે વ્યક્તિને છોડીને જતા રહે છે. જેમ કે કોઈ વૃક્ષ ની છાલ આપમેળે છૂટી પડે છે તેમ. આ ઉપરાંત કોઈ વ્યક્તિ હાનિકારક ખાદ્ય કુટેવ ધરાવતો હોય તો ધીરે-ધીરે તે હાનિકારક ખોરાક પ્રત્યે અણગમો થઇ તેને છોડીને સાત્વિક આહારશૈલી અપનાવે છે. આ બદલાવ મંત્ર-જાપ અને ધ્યાન દ્વારા વૃતિઓ અને ગુણોમાં આવતા પરિવર્તનથી આવ્યો છે. સ્વામી વિવેકાનંદજી એ વ્યસનોમાં આવતા આ સરળ પરિવર્તન વિશે કહયું છે “યુ ડુ નોટ હેવ ટુ ગીવ અપ ધ થિંગ્સ; ધ થિંગ્સ વીલ ગીવ યુ અપ”
તબીબ વિજ્ઞાન તણાવની સારવાર નશાકારક દવાઓથી કરે છે. (ઉપશામક, બાધક અને ઊંઘની દવા) જે ભાગ્યેજ દર્દીને સાજા કરે છે. GSSY પણ માને છે કે નશો એ હકીકતમાં એક દવા છે પણ એ નશો આનંદ સ્વરૂપે છે જે ગુરૂ સિયાગના દિવ્ય મંત્રના નિયમિત જાપ દ્વારા આવે છે. ઋષિમુનીઓ એ તેને દિવ્ય આનંદ કહ્યો છે “દવા વગર નો નશો“. આ દિવ્ય આનંદ સાધકને થોડાક જ દિવસોમાં તણાવ તથા તણાવ સંબધિત સમસ્યાઓથી છુટકારો અપાવે છે, જેવીકે ડીપ્રેસન, હાઇપર ટેન્શન, અનિન્દ્રા, વિવિધ પ્રકારના ડર (ફોબિયા) વગેરે.
મનુષ્ય જે શારીરિક બીમારીઓ થી પીડાઈ રહ્યો છે તેને આધુનિક ચિકિત્સા-વિજ્ઞાનને બે ભાગમાં વિભાજીત કરેલી છે – શારીરિક અને માનસિક. આ બીમારીઓને આંતરિક અને/અથવા બાહય દવા અથવા તો રોગનિવારક પધ્ધતિથી સારવાર કરવામાં આવે છે. પ્રાચીન ભારતના ઋષિમુનીઓ એ ધ્યાનના માધ્યમથી જીવનના રહસ્યોનું ખુબ ઉંડાણ પૂર્વક અધ્યયન કર્યું અને જાણ્યું કે આકસ્મિક રીતે જીવ-જંતુના આક્રમણથી રોગો ઉત્પન્ન નથી થતા, જેવું આધુનિક વિજ્ઞાન માને છે. તેમણે જાણ્યું કે મોટાભાગની મનુષ્યની પીડાઓ તો તેમના પોતાના પૂર્વ-જન્મ ના કર્મને સંબંધિત હોય છે. દરેક જન્મના સારા કે ખરાબ કર્મો તે જ જન્મમાં અથવા બીજા જન્મમાં પ્રતિક્રિયા સ્વરૂપે હોય છે. જેથી દરેક વ્યક્તિ જીવન-મૃત્યુના સતત ચાલતા ચક્રમાં ફસાયેલો છે, તો જીવનમાં આવતી પીડાઓ, રોગો અને ચઢાવ-ઉતાર અવિરત પણે ચાલ્યા જ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આધ્યાત્મિક ઋણાનુબંધ, પૂર્વ-જન્મના કર્મોને આ જન્મમાં રોગ અને અન્ય પીડા સ્વરૂપે ભોગવવા પડે છે. અને આમ એક પછી એક કદી ના સમાપ્ત થવાવાળુ જીવન ચાલ્યાજ કરે છે.
ભારતીય પતંજલિ ઋષિના પુસ્તકમાં બીમારીઓને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે – શારીરિક બીમારીઓ (આદિદૈહિક), માનસિક બીમારીઓ (આદિભૌતિક) અને આધ્યાત્મિક બીમારીઓ (આદિદૈવિક). આધ્યાત્મિક બીમારીઓને આધ્યાત્મિક સારવારની જરૂર છે. ફક્ત આધ્યાત્મિક ગુરુ જેવા કે ગુરુ સિયાગના માર્ગદર્શન હેઠળ નિયમિત યોગનો અભ્યાસ સાધકની પીડાઓ(કષ્ટો)ને આધ્યાત્મિક સારવાર આપે છે. GSSY નો અભ્યાસ સાધકને કર્મોના બંધન અને દરેક બીમારીઓમાંથી મુક્તિ અપાવી, આત્મસાક્ષાત્કાર કરાવી જીવનના ઉદેશ્યનુ ભાન કરાવે છે.
મંત્ર-જાપ અને ધ્યાન કરવાથી કુંડલીની જાગ્રત થાય છે. કુંડલીની એ એક દિવ્ય સ્ત્રીશક્તિ છે જે અદ્રશ્ય સ્વરૂપે મનુષ્યના શરીરમાં કરોડરજ્જુના છેલ્લા ભાગમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તે છ(૬) અદ્રશ્ય શક્તિ-કેન્દ્રો સાથે જોડાયેલી હોય છે જેને ચક્રો કહેવામાં આવે છે. આ ચક્રો એક બીજાની ઉપર કરોડરજ્જુમાં ગોઠવાયેલા હોય છે. જયારે કોઈ સિદ્ધ ગુરુ જેવાકે ગુરુ સિયાગ આ કુંડલીનીને દિવ્ય મંત્ર શક્તિપાત દ્વારા જાગ્રત કરે છે ત્યારે તે જાગૃત થઇ સીધી ઉભી થઇ છ(૬) ચક્રોનું ભેદન કરી સહાસ્ત્રચક્ર સુધી પહોચેં છે તે માથાનો છેલ્લો ભાગ છે જ્યાં આપણે મુકુટ પહેરીએ છીએ, ત્યાં ભગવાન બીરાજેલા છે. આ જાગૃત કુંડલીની ધ્યાનમાં સિદ્ધયોગનો અભ્યાસ કરવાવાળા વ્યક્તિના આખા શરીરને આસનો, ક્રિયાઓ, બંધો, મુદ્રાઓ અને પ્રાણાયામ દ્વારા શુદ્ધ કરે છે. અભ્યાસ કરવાવાળા આ ક્રિયાઓને જાતે શરૂ તેમજ બંધ નથી કરી શકતા. આ ક્રિયાઓ અભ્યાસ કરવાવાળા ને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર આગળ વધારીને શારીરિક અને માનસિક કષ્ટો અને વ્યસનોમાંથી મુક્ત કરી મોક્ષ તરફ લઇ જાય છે.